મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી
SHARE
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ વંચિત વિસ્તારોમાં રહેતા બાળકો માટે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મ ‘હનુમાન અંશ’નું વિશેષ નિઃશુલ્ક સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું.
આ આયોજનનો મુખ્ય હેતુ આર્થિક કે સામાજિક મર્યાદાઓને કારણે મલ્ટીપ્લેક્સ જેવી સુવિધાઓથી વંચિત રહેતા બાળકોને પણ સમાન તક આપવાનો અને તેમના બાળપણને આનંદમય બનાવવાનો હતો. વધુમાં ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “બાળકનું ભવિષ્ય માત્ર પુસ્તકોના જ્ઞાનથી નહીં, પરંતુ તેને મળેલા સંસ્કારો, સારા અનુભવો અને જીવનમૂલ્યોથી ઘડાય છે. શિક્ષણ બાળકને આગળ વધવાની ક્ષમતા આપે છે, જ્યારે સંસ્કાર તેને સાચી દિશા દર્શાવે છે. સમાજના દરેક બાળકને શિક્ષણ, આનંદ અને સન્માનપૂર્વક જીવન જીવવાનો સમાન અધિકાર છે. કોઈ પણ બાળકની આર્થિક પરિસ્થિતિ તેના સપના કે ખુશીઓની મર્યાદા ન બનવી જોઈએ.”