મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ


SHARE









મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ

મોરબી શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસને વધુ ગતી આપવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા મોરબી શહેરમાં “અર્બન એટલાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અમલીકરણ માટે Amnex Infotechnologies Pvt. Ltd.ની નિમણૂક કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મોરબી શહેરની વર્તમાન શહેરી પરિસ્થિતિ, મિલકતો, જાહેર ઉપયોગિતાઓ તથા વિવિધ શહેરી સંપત્તિઓ અંગેની ચોક્કસ અને GIS આધારિત ડિજિટલ માહિતી તૈયાર કરી ભવિષ્યના શહેરી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મજબૂત ડેટાબેઝ ઊભો કરવાનો આ સર્વે કામગીરી દરમિયાન Amnex Infotechnologies Pvt. Ltd. ના અધિકૃત સર્વે કર્મચારીઓ તથા ડ્રોન સર્વે ટીમ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરશે. સર્વે ટીમના અધિકૃત કર્મચારીઓ પાસે કંપની દ્વારા આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્ર (ID Card) રહેશે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે સર્વે ટીમ શહેરના જે વિસ્તારમાં કામગીરી કરતી હોય ત્યાં તેમને જરૂરી સહકાર આપે. 

આ કામગીરી અનુસંધાને સર્વેયર દ્વારા જરૂરિયાત મુજબ સર્વે કામગીરી માટે મિલકત સંબંધિત સામાન્ય અને જરૂરી માહિતી માંગવામાં આવી શકે છે. આવી કામગીરી દરમિયાન નાગરિકો દ્વારા આપવામાં આવતી માહિતીનો ઉપયોગ પ્રોજેક્ટના અધિકૃત હેતુઓ માટે જ કરવામાં આવશે. વધુમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, સર્વે કામગીરી માટે આવતા અધિકૃત કર્મચારીઓ પાસે કંપનીનું અધિકૃત ID Card રહેશે. અને નાગરિકો સર્વે ટીમને કામગીરી દરમિયાન જરૂરી સહકાર આપે તે અનિવાર્ય છે. તેમજ લોકો જરૂરી અને સાચી માહિતી ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપે અને સર્વે માટે આવેલ કોઈપણ વ્યક્તિ અંગે શંકા હોય તો તેનું અધિકૃત ઓળખપત્ર ચકાસી શકાય છે. જેથી મોરબી શહેરના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ આ મહત્વપૂર્ણ અને ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મોરબી મહાપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.




Latest News