સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE









મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબીના રવાપર લીલાપર રોડ ઉપર આવેલ કેનાલના નાલામાં કોઈ પણ કારણોસર ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જ્યારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે મહાનદીમાં રીક્ષા ધોવા માટે ગયેલ આધેડ પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું


મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં રવાપર ગામે આવેલ બોની પાર્ક બહુચર પેલેસ નીચેની ઓરડીમાં રહેતા ચંદ્ર મનસિંગ તિરુવા (35) નામનો યુવાન રવાપર લીલાપર રોડ ઉપર આવેલ બોરીયા પાટી બજરંગ સર્કલ પાસે કેનાલના નાલામાં કોઈપણ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે વાંકાનેરમાં ધમાલપર ફાટક પાસે રહેતા હરેશભાઈ છગનભાઈ રાઠોડ (58) નામના આધેડ ઢુવા ગામ પાસે આવેલ મહાનદીમા રિક્ષા ધોવા માટે ગયા હતા ત્યારે કોઈપણ કારણોસર તે પાણીમાં ડૂબી જતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News