મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

કોઈની પાસે હાથ લાંબો કાર્ય વગર ચકલી બચાવો અભિયાન સાર્થક કરતું મોરબીનું લક્કી ગ્રૂપ


SHARE













કોઈની પાસે હાથ લાંબો કાર્ય વગર ચકલી બચાવો અભિયાન સાર્થક કરતું મોરબીનું લક્કી ગ્રૂપ

સામાન્ય રીતે મકરસંક્રાંતિના તહેવાર ઉપર સ્ટોલ કરનારા લોકોને કામાણી કરવાની ભાવના હોય છે જો કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત લક્કી ગ્રુપની આવી ભાવના નથી...આપને જાણીને આંચકો લાગ્યો હશે પરંતુ આ યુવાનો ચકલીઓને બચાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને તેના માટે કોઈની પણ પાસે હાથ લાંબો કાર્ય વગર દર વર્ષે મકરસંક્રાંતિના તહેવાર ઉપર પતંગ દોરાનો સ્ટોલ લગાવવામાં આવે છે જેમાંથી આવક થાય છે તે તમામ રકમનો ઉપયોગ ચકલીના માળાઓ બનાવવા માટે કરવામાં આવે છે જેથી મોરબી તેમજ આસપાસના વિસ્તારમાં લોકો તરફથી પણ તેઓને સારો સહકાર મળી રહ્યો છે

પક્ષી અને પર્યાવરણને બચાવવા માટે જુદી જુદી સંસ્થાઓ સરકારી કે પછી દાતાઓના સહયોગથી કામગીરી કરી રહી છે પરંતુ સામાન્ય રીતે કોઇપણ કાર્ય માટે દાન આપીને લોકો છુટી જતા હોય છે જો કે, મોરબીમાં ૮ થી ૧૦ યુવાનોનું લક્કી ગ્રુપ કાર્યરત છે કે જે કોઈની પાસેથી દાન લીધા વગર મકરસંક્રાંતિના તહેવાર પહેલા પતંગ દોરાનો સ્ટોલ લગાવવામાં આવે છે અને તેમાંથી જે પણ નફો થાય તે તમામ રકમ ચકલીના માળા બનાવવા માટે વાપરે છે અત્રે ઉલેખનીય છે કે,મોરબીના પર્યાવરણ અને પક્ષી પ્રેમીઓ દ્વારા પ્રકૃતિના જતન માટેનો એક પણ મોકો ચુકવામાં આવતો નથી તે હક્કિત છે. ત્યારે લક્કી ગ્રુપ દ્વારા દર વર્ષે પતંગ દોરામાંથી જે આવક થાય છે તેમાંથી ૧૫ હજાર કરતાં વધુ ચકલીના માળનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે વધુ માળનું વિતરણ થાય તેવી આ ગ્રૃપની અપેક્ષા છે

આ ગ્રૃપના યુવાનોએ ચકલીના માળ બનાવવા માટેનો વિચાર કરીને કામ શરૂ કર્યું હતું અને કોઈને પાસે રૂપિયા માંગવા નહીં તેવું નક્કી કર્યું હતું જેથી કરીને તેઓએ પતંગ દોરાનો સ્ટોલ કરીને તેમાંથી આવક થાય તેના થકી માળ બનાવીને ચકલી બચાવો ઝુંબેશના શ્રીગણેશ કર્યા હતા અને છેલ્લા ૧૧ વર્ષથી આ સેવા કાર્ય અવિરત પણે ચાલે છે તેવું આ ગ્રૃપના મોહિત ઘોડાસરએ જણાવ્યુ છે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત લક્કી ગૃપમાં જુદી જુદી જગ્યાએથી નાનામોટી રોજગારી મેળવતા શ્રમજીવી યુવાનોનો સમવેશ થાય છે જો કે, આ ગ્રુપના યુવાનો દ્વારા કોઈની પાસે હાથ લાંબો કાર્ય વગર જાત મહેનત કરીને ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેથી સ્થાનિક લોકો તરફથી પણ આ યુવાનોને પુરેપુરો સહકાર દેવામાં આલી રહ્યો છે 

લક્કી ગૃપના સભ્યો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે સાત વર્ષ પહેલા જયારે બધા મિત્રો બેઠા હતા ત્યારે કૈક એવું કરવાનું નક્કી કર્યું હતું કે જે કોઈ ન કરતુ હોય જેથી દિન પ્રતિદિન લુપ્ત થતી ચકલીને બચાવવાનું નક્કી કર્યું હતું ત્યાર બાદ દરવર્ષે મકરસંક્રાંતિના દિવસોમાં પતગ દોરનું વેચાણ કરીને ભંડોળ એકત્રિત કરતા હતા અને અમારા કાર્યને સફળ બનાવવા માટે મિત્રો સગા સહિતનાઓ તરફથી પુરેપુરો સહકાર મળતો હોવાનું પણ યુવાનોએ કહ્યું હતુ






Latest News