મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસની હદમાં વર્ષ ૨૦૦૯ માં થયેલ લુંટનો આરોપી પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદથી ઝડપ્યો


SHARE











મોરબી તાલુકા પોલીસની હદમાં વર્ષ ૨૦૦૯ માં થયેલ લુંટનો આરોપી પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદથી ઝડપ્યો

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને વર્ષ ૨૦૦૯માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી લૂંટના આરોપીને ઝડપી પાડયો છે અમદાવાદ ખાતેથી આરોપીનો કબ્જો મેળવીને આગળની તપાસ અર્થે આરોપીને મોરબી તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હોવાનો સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલાએ મોરબી તાલુકા પોલીસ મથકે રીપોર્ટ આપી જણાવ્યું હતુ કે, તેઓ તથા પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, ચન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા અને બ્રિજેશભાઇ કાસુન્દ્રા એલસીબી પીઆઇ વી.બી.જાડેજા તથા પીએસઆઇ એન.બી.ડાભીએ કરેલ સુચના અનવયે છેલ્લા કેટલાક સમયથી ગુના આચર્યા બાદથી નાસતા ફરતા આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન જયેશભાઇ તથા બ્રિજેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૦૯ માં આઇપીસી કલમ ૩૯૫, ૪૪૮, ૫૦૬(૨), ૧૧૪ તથા ૧૩૫ મુજબના લુંટના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી ફરાર આરોપી માંગીયા પાંગાભાઇ મેડા જાતે આદીવાસી (ઉ.વ.૫૦) રહે.ભાંડાખેડા થાણા રાણાપુર તા.જી.જાંબુઆ (એમ.પી.) વાળો અમદાવાદમાં છે તેથી ત્યાં પહોંચીને પેરોલ ફર્લોની ટીમે તા.૧૩-૧-૨૦૨૨ ના રોજ અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન સામેથી મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં થયેલ લુંટના ગુનામાં ૧૨ વર્ષથી ફરાર આરોપી માંગીયા પાંગાભાઇ મેડા જાતે આદીવાસીને પકડી પાડી હસ્તગત કરેલ અને અને તે અંગેની જાણ તેના પુત્ર દિવાન માંગીયાભાઇ મેડા જાતે આદીવાશી રહે.ભાંડાખેડા થાણા રાણાપુર તા.જી.જાંબુઆ (એમ.પી.) ને કરીને આગળની તપાસ-તજવીજ માટે પકડાયેલ આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.






Latest News