મોરબીમાં હોમ આઇશોલેશનમાં રહેલા પોઝીટીવ દર્દીઓની કલેક્ટર-ડીડીઓએ મુલાકાત લીધી
મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા
SHARE









મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા
મોરબીના રામઘાટ નજીક શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા આવેલી છે જેના ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી હતી અને તેમાં આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના ટ્રસ્ટીઓની મળેલી મિટિંગમાં આગામી નવી ટર્મ માટે નવા હોદેદારો નિમાયા હતા જેમાં પ્રમુખ પદે મહેશભાઈ બી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ શુક્લની, મહામંત્રી તરીકે શૈલેષભાઈ પંડ્યાની અને સહમંત્રી તરીકે રમેશભાઈ રાવલની વરણીઓ કરવામાં આવેલ છે.તેમ નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ ભટ્ટે (મો.૯૯૦૯૦ ૮૧૮૧૧) યાદીમાં જણાવેલ છે અને નવા વરાયેલા હોદેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
