ટંકારાના નસીતપર ગામે રમતા રમતા બાળકોએ દીવાસળી ઘોડિયામાં નાખતા ખોયું સળગતા દોઢ માસનું બાળક દાઝી ગયું
મોરબીના ટીંબડી પાટિયા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત
SHARE
મોરબીના ટીંબડી પાટિયા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત
મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઇ હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે.
મોરબીમાં આવેલ નાની બજાર ખાતે રહેતા યોગરાજસિંહ ખોડુભા વાઘેલા (40) ગઈકાલે સાંજે પોતાની સ્વીફ્ટ કાર લઈને માળિયાથી મોરબી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સાંજે 7 વાગ્યાં આસપાસ ટીંબડી ગામના પાટિયા પાસે કોઈ કારણે કારના સ્ટિયરિંગ પરનો કાબુ યુવાને ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેથી કરીને કાર ચાલકને માથે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી. આ બનાવ વિષે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક બે ભાઈ અને એક બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોતે ડ્રાઇવિંગ કામ કરતા હતા. અને માળિયા કામ સબબ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે બનાવ બન્યો હતો.