વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ટંકારાના શિક્ષકો મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે


SHARE







રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ટંકારાના શિક્ષકો મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન લજાઈ પાસે આવેલ ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના કુલ ૩૨ જેટલા શિક્ષકોએ પોતે કરેલા ઇનોવેશન રજૂ કર્યા હતા. જેમાંથી પ્રાથમિક વિભાગના પ્રથમ ત્રણ નંબરમાંથી દ્વિતીય અને તૃતીય નંબર પર નેકનામ કન્યા શાળાના પટેલ વિધિબેન  તેમજ મિતાણા તાલુકા શાળાના કલ્પેશભાઈ પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પર બહુચર વિદ્યાલય મિતાણાના આચાર્ય વાટકીયા પ્રવિણભાઈની પસંદગી કરવામાં આવી છે હવે આગામી સમયમાં તેઓ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે. જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ માટે પસંદ થયેલ પાંચ શિક્ષકો પૈકી ત્રણ ટંકારા તાલુકાના શિક્ષકોની પસંદગી થતા ત્રણેય શિક્ષકોને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી તેમજ તમામ સી.આર.સી. અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News