વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતિને ઇજા


SHARE







મોરબીના સોખડા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતિને ઇજા

મોરબી માળીયા હાઈવે પર સોખડા ગામના પાટિયા પાસેથી પસાર થતાં કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ ગાંધી સોસાયટીમાં બ્લોક નંબર-૯૭ માં રહેતા મૂળ સોખડા ગામના રહેવાસી મનસુખભાઈ નથુભાઈ મકવાણા (૪૭) પોતાના પત્ની ગૌરીબહેનને બાઇક નંબર જીજે ૩૬ કયું ૨૫૦૧ માં બેસાડીને હાઇવે રોડ ઉપર સોખડા ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩ સીઆર ૬૧૮૦ ના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી તેમજ તેના પત્ની રોડ ઉપર નીચે પડી ગયા હતા અને ગૌરીબેનને માથાના ભાગે હેમરેજ અને ફરિયાદી મનસુખભાઈને પણ શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા જોકે, અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઇને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા મનસુખભાઈ મકવાણા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 અકસ્માતમાં ઇજા

 મોરબીના નવલખી રોડ ઉપર હરિ પાર્કમાં રહેતા ગોવિંદભાઇ અરજણભાઈ વાઘેલા (ઉંમર ૪૦)ના પત્ની ધનીબેન (ઉંમર ૩૫) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઇક નંબર જીજે ૩૬  કે ૫૯૧૯ ના ચાલક દિનેશભાઈ વેલજીભાઈ કોળી રહે, નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાછળ વાળાએ તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ઘનીબેનને પગ અને માથામાં ઇજા થઇ હતી તેમજ આ બનાવમાં આરોપીઓ દિનેશભાઈ વેલજીભાઈ કોળીને પણ ઇજા થઇ હતી જેથી તે બંનેને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં ધનીબેનના પતિએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે  




Latest News