વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના સુભાષ રોડે ચાર દુકાનમાં ચોરી: તસ્કર રોકડ, ઘીના ડબ્બા, અગરબતીના પેકેટ અને વાળ કાપવાનુ મશીન લઈ ગયો !


SHARE







મોરબીના સુભાષ રોડે ચાર દુકાનમાં ચોરી: તસ્કર રોકડ, ઘીના ડબ્બા, અગરબતીના પેકેટ અને વાળ કાપવાનુ મશીન લઈ ગયો !

મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલ સુભાષ રોડ ઉપર આવેલ જુદી જુદી ચાર દુકાનોને તસ્કરોએ શનિવારે રાતના સમયે નિશાન બનાવી હતી અને જુદીજુદી દુકાનોમાંથી કુલ મળીને ૪૫૫૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સુભાષ રોડ ઉપર હરિઓમ અગરબત્તી નામની દુકાન ધરાવતા અને વાવડી ચોકડી ભગવતી હોલ પાસે કૈલાસ પાર્કમાં રહેતા મોતીભાઈ તુલસીભાઈ મકવાણા જાતે આહીર (ઉંમર ૬૦)એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની દુકાન અને અન્ય વેપારીઓની દુકાનમાં ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ભોગ બનેલા વેપારીએ જણાવ્યુ છે કે, ગત તારીખ ૧૬/૧ ના રાત્રિના દોષ વાગ્યાથી લઈને સવારે ૬ વાગ્યા સુધીમાં તેઓની દુકાનના તાળાં તોડીને ત્રણ ઘીના ડબ્બા અને અગરબત્તીના પાંચ પેકેટની ચોરી કરેલ છે તેમજ મનીષભાઈ શશીકાંતભાઈ મીરાણીની દુકાનમાથી રોકડ ૪૦૦૦, અનીલભાઈ દેવજીભાઈ સોલંકીની દુકાનમાથી વાળ કાપવાનુ મશીન લઈ ગયા છે અને નીમચંદ ભાઈચંદભાઈ મહેતાની દુકાનના તાળા તોડવાનો પ્રયત્ન કર્યો હતો આમ ચાર દુકાનના તાળાં તોડીને તસ્કરો કુલ મળીને ૪૫૫૦ નો મુદામાલ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા મોતીભાઈ મકવાણાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News