મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ૧૮૨ કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય તંત્રમાં દોડધામ


SHARE







મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ૧૮૨ કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય તંત્રમાં દોડધામ

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલના દિવસમાં મોરબી જિલ્લાની અંદર વધુ ૧૮૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા ૬૨૩ થઈ ગયેલ છે અને મોરબી શહેર તેમજ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તે જોતાં આગામી દિવસોમાં કોરોના હજુ પણ લોકોની ચિંતામાં વધારો કરશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં ચિતાજનક રીતે વધારો થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર વખતે મોરબીમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનોની હાલત દાયનીય બની ગઈ હતી તે જાણે કે લોકો ભૂલી ગાય હોય તેવી બેદરકારી હાલમાં લોકો રાખી રહ્યા છે જેથી આજની તારીખે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં ગઇકાલે ૧૭૨૧ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ૧૮૨ નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતું નથી તે હકકીત છે 






Latest News