મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા બાકીદારોને ફરજનું ભાન કરાવે સાથે પોતાની પણ ફરજ ચૂકે નહીં તે જરૂરી: બાવરવા


SHARE













મોરબી પાલિકા બાકીદારોને ફરજનું ભાન કરાવે સાથે પોતાની પણ ફરજ ચૂકે નહીં તે જરૂરી: બાવરવા

મોરબી પાલિકા દ્વારા બાકીવેરાદારોના નામ જાહેર હોર્ડિંગ ઉપર મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે તેને આવકારીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ પાલિકાના ઓડીટ રીપોર્ટ, તેની પૂર્તતા, બજેટની જોગવાઈઓ અને થયેલ કામોના પણ જાહેર હોર્ડિંગ મુકવામાં આવે તેવી માંગ કરેલ છે   

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે કે, મોરબી પાલિકા દ્વારા તાજેતરમાં લાંબા સમયથી બાકી રહેલ વેરા વસુલ ન ભરતા આસામીઓના નામના હોર્ડિંગ મુકવાની જાહેરાત કરલે છે અને વેરા ન ભરનાર ના નળ જોડાણો કાપીને તેમને ફરજનું ભાન કરાવવાના કામને આવકારીને તેઓએ કહ્યું છે કે, ગુજરાત નગર નિયામક આયોજન મંડળ જે દરવર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. તે શહેરના વિકાસના કામમાં વાપરવાની હોય છે. આ કામોના આયોજનનું દરવર્ષે ઓડીટ કરવામાં આવે છે. જે રીપોર્ટમાં લેવામાં આવેલ રીમાર્કની પૂર્તતા યોગ્ય રીતે કરીને તેનો જવાબ આપવાનો હોય છે અને જો તેમાં ગેરરીતી માલુમ પડેલ હોય તો આપે તેના માટે શું? પગલા લીધા તે પણ સાર્વજનિક કરીને હોર્ડિંગ પર મુકો તેવી માંગ કરેલ છે






Latest News