ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા


SHARE













ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનુશાસન સમિતિની રચના કરવામાં આવે છે અને આ અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવેલ છે જેથી ચોમેરથી મોહનભાઈને ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ તેઓના ટેકેદારો તરફથી શુભકામનાઓ મળી રહી છે

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને જુદા જુદા સેલસંગઠન અને મોરચાની અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર અનુશાસન (શિસ્ત) સમિતિની રચના કરવામાં આવેલ છે જે અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવે છે તેમજ આ સમિતિમાં સભ્ય તરીકે પુષ્પદાનભાઈ ગઢવી, કનુભાઈ માવાણી, ભરતભાઈ બારોટ અને શ્રીમતી જયાબેન ક્કરને લેવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોહનભાઈ કુંડારીયા સહિતના નવા હોદ્દેદારોને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ તરફથી શુભકામનાઓ મળી ગઈ છે






Latest News