વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી રાજકોટના બુટલેગર ફિરોઝ સંધીનો ૩૬૪૮ બોટલ દારૂ પકડાયો, ૩ આરોપી ઝડપાયા


SHARE







ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી રાજકોટના બુટલેગર ફિરોઝ સંધીનો ૩૬૪૮ બોટલ દારૂ પકડાયો, ૩ આરોપી ઝડપાયા

મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામ પાસે આવેલા નવા ગોડાઉનમાં આરોપીને શોધવા માટે પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી રાજકોટના કુખ્યાત ફિરોઝ સંધીનો ૩૬૪૮ બોટલ દારૂ જેની કિંમત ૧૩,૬૮,૦૦૦ અને અન્ય મુદામાલ મળીને ૧૭,૨૪,૦૦૦ ના માલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધેલ છે અને ફિરોઝ સંધી સહિતના બે આરોપીને પકડવા મામેટ પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાજકોટ શહેર ડી.સી.બી. શાખાના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમા ટંકારા આવ્યા હતા જેઓને સાથે રાખીને નાસતા ફરતા આરોપીની તપાસમા મદદગિરિ કરી રહ્યા હતા ત્યારે લજાઈ ચોકડી પાસે જી.આઇ.ડી.સી વિસ્તારમા આવેલ સીલ્વર રીસાયકલ ઇંન્ડસ્ટ્રીઝ ગોડાઉનની બાજુમા નવુ બનેલ નામ વગરના ગોડાઉન છે ત્યાં આરોપી છુપાયેલ હોવાની હકિકત હતી જેથી ત્યાં તપાસ કરતા ગોડાઉનમા તથા બોલેરો ગાડી નં જીજે ૩ બી ડબલ્યુ ૧૬૧૯ માંથી વ્હીસ્કી દારૂની ૩૬૪૮ બોટલ મળી હતી જેથી કરીને ૧૩,૬૮,૦૦૦ નો દારૂ તેમજ ૩.૫ લાખની બોલેરો ગાડી, ૩ મોબાઈલ ફોન આમ કુલ મળી ૧૭૨૪૦૦૦/ના મુદામાલને કબ્જે કરેલ છે

આ દારૂના જથ્થા સાથે પોલીસે દિનેશ શાંતિલાલ મીણા જાતે મારવાડી (ઉ.૨૦) રહે. ડૂંગલા રાજસ્થાન, શંભુલાલ પદમસિંગ મીણા જાતે મારવાડી (ઉ.૨૦) રહે. હાલ લજાઈ તાલુકો ટંકારા મૂળ રહે, ડૂંગલા રાજસ્થાન તથા દુર્જનસિંગ પદમસિંગ સિસોદીયા જાતે રાજપુત (ઉ.૩૨) રહે. હાલ ફાટક પાસે વાકાનેર મુળ રહે. અદવાસ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી ધવલ રસીકભાઈ સાવલીયા રહે. સ્વાતીપાર્ક રાજકોટ  તથા ફીરોજ હાસમભાઈ સંધી રહે. જંગ્લેશ્વર રાજકોટ વાળા હાજર નહી મળી આવતા તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીએસઆઈ એસ.એમ.રાણા, વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિહ અર્જુનસિહ, રાજકોટ શહેર ડી.સી.બી. સ્ટાફના ક્રિપાલસિહ નરપતસિહ, સુભાષભાઈ સોંડાભાઈ, દેવાભાઈ જાદવજીભાઈ, મૈસુરભાઈ સાદુળભાઈએ કરેલ છે




Latest News