મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ૪ અને માસ્ક નહિ પહેરનારા ૪ સામે ગુના નોંધાયા


SHARE

















મોરબી-વાંકાનેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ૪ અને માસ્ક નહિ પહેરનારા ૪ સામે ગુના નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને હાલમાં સરકાર દ્વારા મોરબી અને વાંકાનેર શહેરી વિસ્તારમાં રાત્રી કર્ફ્યુની અમલવારી શરૂ કરેલ છે દરમિયાન ઘણા લોકો રાત્રિ કરફ્યુનો ભંગ કરીને કારણ વગર રાત્રે આટા ફેરા મારતા હોય છે જેથી કરીને આવા શખ્સોની સામે હવે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ માસ્ક ન પહેરનાર શખ્સોની સામે પણ ગુનો નોંધવામાં આવે છે

મોરબી જિલ્લામાં ધીમે ધીમે કરતા આજની તારીખે લગભગ ૧૬૦૦ કરતાં વધુ કોરોના એક્ટિવ છે અને લગભગ દરરોજ છેલ્લા એક સપ્તાહથી ૧૦૦ થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવે છે તેમ છતાં પણ હજુ પણ લોકો બેદરકારી રાખી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે થઈને રાત્રી કરફ્યુની અમલવારી શરૂ કરવામાં આવી છે અને રાત્રીના 1૧૦ વાગ્યાથી બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુની અમલવારી ચાલુ રહેતી હોય છે જોકે ઘણા શખ્સો કરફ્યુનો ભંગ કરીને કારણ વગર રાતે આંટા મરત હોય છે જેથી આવા શખ્સોની સામે હવે ગુનો નોંધાવમાં આવી રહ્યા છે

મોરબીના વીસી ફાટક પાસેથી પસાર થતા કુલદીપસિંહ ઘનશ્યામ પરમાર જાતે દરબાર (ઉ. ૨૫) રહે. વાણીયા તાલુકો માળીયા, નવદીપસિંહ જયવીરસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૨૧) રહે. વિધ્યુતનગર સર્કીટ હાઉસની સામે મોરબી, મોરબીની રવાપર ચોકડી પાસે વિજયભાઈ મનુભાઈ ગોગા જાતે બોરીચા (ઉં.૨૭) રહે. રવાપર ધાયડી વિસ્તાર મોરબી તેમજ મોરબીના સનાળા રોડ કે.કે.સ્ટીલ સામે જય ભાવાની ફાસ્ટફુડ નામની દુકાન રાતે ૧૦ વાગ્યે ખુલ્લી રાખનાર વેપારી નિકુંજભાઈ કેશવજીભાઇ કાસુન્દ્રા જાતે પટેલ (ઉં ૨૯) રહે. રવાપર રોડ બાપા સીતારામ ચોક મોરબી વાળાની સામે કરફ્યુ ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે

તો રાત્રિ કરફ્યુ સમયે માસ્ક પહેર્યા વગર મોરબીના વીસીપરામાં અહેમદહુશેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટટી મીયાણા (ઉ.૩૮) રહે. વીસીપરા કેશવાનંદબાપુના આશ્રમ પાસે અને ત્રાજપર ચોકડી પાસેથી રવીભાઇ પરષોતમભાઇ માનેવાડીયા જાતે કોળી (ઉ.૨૧) તેમજ સંજયભાઇ જલાભાઇ સનુરા કોળી (ઉ.૨૮) રહે. ત્રાજપર વાળો નીકળતા તેની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર શહેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલ પાસેથી પસાર થતાં વિજયભાઈ કાનાભાઈ મદ્રેસાણિયા જાતે કોળી (ઉં. ૨૨) રહે. આરોગ્યનગર વાળાએ માસ્ક પહેર્યું ન હતું જેથી તેની સામે પણ ગુનો નોંધાયો છે




Latest News