મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાન અને યુવતીએ આરોગ્યનગરમાં ઝેરી દવા ગટગટાવી: સારવારમાં યુવતીનું મોત, યુવાન ગંભીર


SHARE

















(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર આરોગ્યનગરમાં યુવાન અને યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવક-યુવતીને હાલમાં રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરથી રાજકોટ સારવારમાં ખસેડાઇ યુવત અને યુવતીમાંથી યુવતીનું રસ્તામાં જ મૃત્યુ નીપજયું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર ની અંદર આવેલ આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (ઉંમર 20) અને રીટાબેન રાજુભાઈ અંબાસણ ( ઉમર 20) આ બંન્નેએ કોઈ કારણોસર મોડી સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને બંને ઝેરી અસર થઇ હોવાથી વાંકાનેર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જયાં તેઓને પ્રાથમિક સારવાર આપીને હાલમાં રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી યુવક અને યુવતીએ એકી સાથે શા માટે ઝેરી દવા ગટગટાવી છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરથી સારવાર માટે યુવક અને યુવતીને રાજકોટ ખસેડવામાં આવેલ હતા ત્યારે રસ્તામાં જ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે અને ઝેરી દવા પી લેનાર યુવાનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે




Latest News