મોરબી-વાંકાનેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ૪ અને માસ્ક નહિ પહેરનારા ૪ સામે ગુના નોંધાયા
વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં પતિએ દીકરાને માર નહિ મારવા ઠપકો આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
SHARE








વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં પતિએ દીકરાને માર નહિ મારવા ઠપકો આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારમાં પતિએ પત્નીને દીકરાને માર નહી મારવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને મહિલાને લાગી આવતા તેને ગળાફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને બેભાન હાલતમાં મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આપઘાતના પ્રયાસના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ ક્રેમરીન પેપરમીલ ની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મલેસિંગ કલસિંગ બબેરીયા જાતે ભીલ (ઉ.૨૨) અને તેનો દીકરો કારખાનામાં તેઓની ઓરડી પાસે કચરો કરતાં હતાં જે બાબતે મલેસિંગના પત્ની જયશ્રીબેનએ તેના દીકરાને માર માર્યો હતો જેથી દીકરાને માર નહીં મારવા બાબતે મલેસિંગએ તેની પત્ની જયશ્રીબેનને ઠપકો આપ્યો હતો અને તે વાતનું તેને લાગી આવતા તેણે પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક બેભાન હાલતમાં મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના પ્રયાસની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
