વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર સનફેમ સિરામિક કારખાના પાસેથી બાઇક ચાલક પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇક ચાલક રસ્તા ઉપર નીચે પટકાયો હતો અને ત્યાર બાદ ડમ્પરના તોતિંગ વ્હીલ તેના ઉપરથી ફરી ગયા હતા જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવમાં હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ ડમ્પર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા બેચરભાઈ કાનજીભાઈ રાજપરા જાતે પટેલ (32) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૭૦૭૩ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો કૌટુંબિક ભાઈ નરેન્દ્રભાઈ ઇશ્વરભાઇ રાજપરા (ઉંમર ૪૬) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ સી ૯૭૩૩ લઈને પોતાના ઘરેથી એબીસી સીરામીક ખાતે જતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને રસ્તા ઉપર નીચે પડી ગયેલા નરેન્દ્રભાઈ ઇશ્વરભાઇ રાજપરાના શરીર ઉપરથી ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા માટે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક  ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News