મોરબી-માળીયા યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ રક્તદાન કેમ્પ યોજાયો
SHARE








મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીમાં મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પને સફળ બનાવવા માટે મોરબી શહેર યુવા મોરચાની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ સહિતની સમગ્ર ટીમ હાજર રહી હતી
માળીયા તાલુકા યુવા ભાજપની ટીમે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
માળીયા તાલુકાના ભાજપના પ્રમુખ મણીભાઈ સરડવાના માર્ગદર્શન હેઠળ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નીમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માળીયા તાલુકા યુવા ભાજપની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતુ અને બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યુ હતુ. આ તકે તાલુકા પંચાયતના ચેરમેન નિર્મળસિંહ જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ ડી.ડી.જાડેજા, ભાજપ આગેવાન જગદીશભાઈ અને પ્રભારી પરીમલભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા, પ્રગ્નેશભાઈ ગોઠી, પ્રદીપભાઈ વિલપરા, પાર્થ બોપલીયા, નીંકુજ વીડજા, વિપુલભાઈ મંઢ, વિજય ગજિયા તેમજ અન્ય હોદેદારો તથા ભાજપના યુવા આગેવાન શીવમભાઈ વિરમગામા તેમજ નયનભાઈ કાવરે જહેમત ઉઠાવી હતી.
