મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ
વાંકાનેરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીએ પાડોશી યુવાન સાથે શા માટે ઝેરી દવા ગટગટાવી ?
SHARE
વાંકાનેરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીએ પાડોશી યુવાન સાથે શા માટે ઝેરી દવા ગટગટાવી ?
વાંકાનેરના આરોગ્યનગરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીને તેના મામાના ઘર પાસે રહેતા યુવાન સાથે પ્રેમસબંધ હતો અને ગઇકાલે બન્નેએ સજોડે ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બંનેને રાજકોટ લઈને જતાં હતા ત્યારે રસતામાં જ યુવતીનું મોત નીપજયું હતું અને યુવાનની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યુ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની અંદર આવેલ આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (ઉંમર 20) અને વાંકાનેરના ધમલપર ગામે રહેતી રીટાબેન રાજુભાઈ અંબાસણ ( ઉમર 20) એ એકી સાથે ગઇકાલે મોડી સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી બંન્ને ઝેરી અસર થઇ હોવાથી વાંકાનેર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને બંન્ને રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે યુવતીનું રસ્તામાં જ મોત નીપજયું હતું અને યુવાનની હાલત હજુ પણ ગંભીર છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ યુવતી તેના કૌટુંબિક મામાના ઘરે પ્રસંગમાં આવી હતી અને ત્યારે તેના મામાના ઘર પાસે રહેતા યુવાનની સાથે ઝેરી દવા પી લીધેલ છે જેથી કરીને પ્રેમસબંધ હોવાની માહિતી સે આવી રહી છે જો કે, બંનેને સજોડે આપઘાત કરવા માટે ઝેરી દવા શા માટે પીધી હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે