વાંકાનેરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીએ પાડોશી યુવાન સાથે શા માટે ઝેરી દવા ગટગટાવી ?
મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું ૨૪ ટકા વ્યાજ વસૂલનારા શખ્સની પોલીસે કરી ધરપકડ
SHARE
મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું ૨૪ ટકા વ્યાજ વસૂલનારા શખ્સની પોલીસે કરી ધરપકડ
મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનને પોતાના પુત્રની બીમારી સબબ પૈસાની જરૂર હતી માટે તેણે મોરબીના રબારીવાસમાં રહેતા રબારી શખ્સ પાસેથી અલગ અલગ સમયે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું ૨૪ ટકા જેટલું વ્યાજ વસૂલવામાં આવતુ હતુ અને ઉઘરાણી માટે ગાળો આપીને ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના લીલાપર ગામે વણકરવાસ વિસ્તારમાં શક્તિ માતાના મંદિર નજીક રહેતા બીપીનભાઈ મલાભાઇ રાઠોડ નામના ૩૩ વર્ષીય યુવાને મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા દેવાભાઇ દિલાભાઈ રબારી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, પોતાને પોતાના દીકરાની દવા માટે પૈસાની જરૂરિયાત હોય તેણે દેવાભાઈ રબારી પાસેથી જુદા જુદા સમયે દોઢ લાખ રૂપિયા ૨૪ ટકા વ્યાજ લેખે લીધા હતા..! જે રૂપિયાની સામાવાળા દેવાભાઈ રબારી અવારનવાર ફોન દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ગાળો આપી ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને દેવાભાઇ નામના શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે મયુર ઉર્ફે દેવભાઈ દિલીપભાઇ કલોતરા જાતે રબારી (૨૩) રહે. રબારીવાસ જેલ રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે
યુવાનનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર આવેલા એમબીટો સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો આકાર રાજુભાઈ મોદી નામનો ૨૫ વર્ષીય યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાસની તકલીફ થતાં તેને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લવાયો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતાં એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી.વધુમાં તપાસ અધિકારી એચ.એમ.ચાવડાના જણાવ્યા પ્રમાણે મૃતક આકારભાઈ મોદીને ટીબીની જૂની બીમારી હતી અને સંભવતઃ તેને લઈને તેઓનું મોત નિપજયુ છે.તેમજ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મિલના સામેના ભાગે ક્રેનની ઉપરથી નીચે પટકાયેલા મોહમ્મદસોકત મોહમ્મદરોશન નામના ૨૬ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેની અહિંની શુભ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
બાળકી સારવારમાં
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતા પરિવારની રસીલાબેન રમેશભાઈ આદિવાસી નામની ૯ માસની બાળકીને ઝેરી સાપ કરડી જતા તેણીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવેલ છે અને બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમીક તપાસ કરીને વધુ તપાસ માટે માળીયા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.