મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું ૨૪ ટકા વ્યાજ વસૂલનારા શખ્સની પોલીસે કરી ધરપકડ
મોરબીના ગિડચ ગામે રહેતા તરુણે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો
SHARE
મોરબીના ગિડચ ગામે રહેતા તરુણે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો
મોરબી તાલુકાના ગિડચ ગામે રહેતા તરુણે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધેલ છે જેથી કરીને તેને મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડવામાં આવેલ છે અને પોલીસે આ બનાવની નોંધ કરીને તરુણે કયા કારણોસર દવા પીધી છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
મોરબી તાલુકાના ગિડચ ગામે રહેતા સુનીલ વિનોદ તોમર (૧૭) નામના તરુણે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને તરુણે કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
કામમાં ઇજા
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતી અનિતાબેન દિનેશભાઈ મોરી (ઉંમર ૨૧) ને કામ દરમિયાન અકસ્માત લોખંડનો સળીયો વાગી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવે છે હાલમાં અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા વાલજીભાઈ હીરાભાઈ પરમાર (ઉંમર ૫૧) પોતાનું બાઇક લઇને હળવદ નજીક આવેલ ચામુંડા પીવીસી નામના કારખાના પાસેથી પસાર થતા હતા ત્યારે તે બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઇજાઓ થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર-૮ પાસે આવેલું લૂક્સ ફર્નિચર નજીક બાઇક સ્લીપ થતાં બાઇકમાં બેઠેલા હમીદાબેન સતારમામદભાઈ ચૌહાણ (૬૯) બાઇકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને આ વૃદ્ધ મહિલાને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી