ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડામાંથી ઝડપાયેલ ડ્રગ્સના કેસમાં એટીએસની ટીમે પંજાબથી વધુ એક આરોપીને દબોચ્યો


SHARE













મોરબીના ઝીંઝુડામાંથી ઝડપાયેલ ડ્રગ્સના કેસમાં એટીએસની ટીમે પંજાબથી વધુ એક આરોપીને દબોચ્યો

મોરબીના ઝીંઝુડા ગામે રહેણાંક મકાનમાં ગત નવેમ્બર માહિનામાં એટીએસની ટીમે રેડ કરી હતી ત્યારે ઘરમાથી ૧૧૮.૬૫૦ કિલો જેટલા હેરોઇનના જથ્થા મળી આવ્યો હતો અને ત્યાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ એટીએસની ટીમે આ ગુનામાં પંજાબથી વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કાલે મંગળવારે મોરબીની પ્રિન્સિપાલ ડ્રીસ્ટકટ એન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ અને એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

ગુજરાતના દરિયા કાંઠેથી ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં જથ્થો ઉતારવામાં આવ્યો હતો અને ગત નવેમ્બર માહિનામાં મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી સમસુદિન પીરજાદા નામના શખ્સનાં ઘરમા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૧૧૮.૬૫૦ કિલો હેરોઇનના જથ્થા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝીંઝુડા ગામના સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરી હતી અને ત્યાં બાદ આ ગુનામાં બીજા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના જે તે સમયે રિમાન્ડ પણ એટીએસની ટીમે મેળવ્યા હતા અને આ ગુનામાં એક શખ્સની નામ સામે આવ્યું હતું તે પંજાબમાં પકડાયો હતો જેથી કરીને કોર્ટના ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત એટીએસની ટીમે આરોપી ભારત ભુષણ ઉર્ફે લાલો (શૂટર) નામના આરોપીનો કબ્જો લઈને તેની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં આરોપીને રિમાન્ડની માંગણી સાથે મંગળવારે મોરબીની પ્રિન્સિપાલ ડ્રીસ્ટકટ એન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ અને એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.






Latest News