વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામેથી ગુમ થયેલ વૃદ્ધની હત્યા કરેલી લાશ મળી : હત્યા કોણે અને શા માટે કરી તે પ્રશ્નાર્થ


SHARE







મોરબીના ઘૂટું ગામેથી ગુમ થયેલ વૃદ્ધની હત્યા કરેલી લાશ મળી : હત્યા કોણે અને શા માટે કરી તે પ્રશ્નાર્થ

મોરબી નજીકના ઘૂટું  ગામે રહેતા વૃદ્ધ રવિવાર સાંજથી પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેને શોધવા માટે તમે પરિવારજનો દ્વારા તેઓની વાડીની આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી જોકે આજે સોમવારે બપોરના સમયે તેઓની વાડીની બાજુમાં પાછળના ભાગેથી તે વૃદ્ધની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી અને ત્યાં સુધી લાશને પહોંચાડવા માટે લાશને ઢશેળવામાં આવી હોય તેના બોડી ઉપર ઇજાના નિશાન જોવા મળતા હતા જોકે હાલમાં પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે અને કયા કારણોસર વૃદ્ધની હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા (ઉંમર ૬૮) રવિવાર સાંજના સમયે પોતાની ઘરેથી વાડી તરફ ગયા હતા અને વાડીએ ગયા બાદ તે વૃદ્ધ અચાનક ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વાડીએ અજાણ્યા ચાર હિન્દીભાષી શખ્સો આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધ ગુમ થયા હોવાની માહિતી વાડીએ રહેતા અન્ય એક વ્યક્તિએ વૃધ્ધના પરિવારને આપેલી હતી જેથી કરીને પરિવારજનો તેના આધારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો અને આ વૃદ્ધને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી દરમિયાન તેઓની વાડી પાસેથી જ  દીવાલની પાછળના ભાગમાંથી તેઓની ગળુ દબાવીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી

જેથી કરીને ધરમશીભાઈ પરેચાની કયા કારણોસર અને કોના દ્વારા હત્યા કરવામાં આવી છે તે સવાલ ઉભો થયો છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ વૃધ્ધની હત્યા અન્ય જગ્યાએ કરીને તેની લાશને ઢશેળીને જે જગ્યાએથી લાશ મળી આવેલ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અને તેના લીધે જ તેના શરીર ઉપર ઇજાના નિશાનો દેખાઈ રહ્યા છે જોકે હાલમાં આ હત્યાના બનાવમાં મૃતક વૃદ્ધના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલુ ચાલી રહી છે અને બીજી બાજુ શંકાસ્પદ એક વ્યક્તિને મોરબી તાલુકા પોલીસની ટીમે ઉઠાવી લીધો હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે




Latest News