વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે

મોરબીમાં આગામી તા.૨૫ મી જાન્યુઆરી,૨૦૨૨ ને મંગળવારના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ ની ઉજવણી નિમિત્તે” ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી, સુગમ અને સહભાગી બનાવીએ “થીમ આધારિત રાષ્ટ્રીય મતદાતા દિવસ વર્ચ્યુઅલી યોજાશે. આ કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી યુવા મતદારોને જોડાવવા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડના જણાવ્યાં મુજબ તા.૨૫ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ સમગ્ર દેશમાં ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની ઉજવણી જિલ્લાકક્ષાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૫/૧ ના રોજ ૧૦:૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાનાર છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની જનતાને https://fb.me/e/2bZ2EXdpb?ti=wa અથવા https://ceo.gujarat.gov.in અથવા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના ફેસબુક પેજ (CEOGujarat) અથવા યુ ટ્યુબ ચેનલ પર https://youtu.be/mdB0fc7Goow જોઈ શકશે.




Latest News