વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના કાળમાં લગ્ન માટે કરી અનોખી પહેલ


SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના કાળમાં લગ્ન માટે કરી અનોખી પહેલ

સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવામાં આવે તે જરૂરી છે જે અંતર્ગત મોરબી પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને આ વિચારધારામાં માનનારા લોકો માટે ઉત્સાહપ્રેરક જાહેરાત કરી છે અને કાંતિભાઈ અમૃતિયાએ ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસ સ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી જિલ્લાના તમામ સમાજને ઘડિયા લગ્ન હોય તો તેઓને મોરબી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રાખવા માટે આહવાન કરેલ છે આ માટે વર્તમાન સમયની કોરોના અન્વયેની સરકારની ગાઈડલાઈન છે ત્યાં સુધી અને તે મુજબ બંને પક્ષમાંથી ૫૦-૫૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરી તેઓના ભોજન સમારંભનો તમામ ખર્ચ આપવા માટેની તૈયારી દર્શાવી છે અને કોરોના કાળમાં પણ કાંતિભાઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આયુર્વેદિક દવાખાના, અર્બન હેલ્થ સેન્ટર વી. ખાતે દવાઓ પહોંચાડવા ઉપરાંત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા રોકડ રકમ આપી હતી અને આ સમયે સામાજીક પ્રસંગે ઉપયોગી બનીને આમ પ્રજા માટે તેઓ હંમેશા ચિંતિત છે તેની પ્રતીતિ કરાવી છે.




Latest News