ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાંથી ૧૨ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE













મોરબી શહેર અને તાલુકામાંથી ૧૨ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિ નગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તેને ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બચકાંમાંથી દારૂની સાત બોટલ મળી આવી હતી આવી જ રીતે મોરબીના માળીયા વનાળિયા સોસાયટીમાં રામદેવપીર મંદિર પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને ચેક કરતાં તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિ નગર સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા યુવાનને મોરબી તાલુકા પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલ પ્લાસ્ટિકના થેલાને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬૨૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા ખાતે ભાણજીભાઈ વરવાભાઈ ડાભી જાતે ભરવાડ (ઉંમર ૩૩) રહે. મફતીયાપરા નવી પીપળી મોરબી વાળાની ધરપકડ કરે છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી માળીયા વનાળિયા સોસાયટીમાં રામદેવપીર મંદિર પાસેથી પસાર થઈ રહેલા જયદીપ બેચરભાઈ ચાઉ જાતે રાજગોર (ઉંમર ૩૫) રહે સોઓરડી વરિયા નગર મોરબી વાળાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૮૭૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પોલીસે જયદીપ ચાઉની ધરપકડ કરી હતી અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એમ્બિટો સિરામિક સિરામિકની અંદર રહેતા મૂળ આસામના ગુવાહાટી જિલ્લાના રહેવાસી આકાસ રાજુભાઈ મુદી જાતે રજપુત (ઉંમર ૧૯) ને ટી.બી.ની બીમારી હોય તેની સારવાર ચાલુ હતી અને બિમારી સબબ તેને તકલીફ હતી જેથી કરીને તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News