મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર મુકાયેલ કોન્સટેબલ હાજર ન થતાં ગુનો નોંધાયો


SHARE













મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર મુકાયેલ કોન્સટેબલ હાજર ન થતાં ગુનો નોંધાયો

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરવામાં આવ્યા બાદ માળીયા પોલીસ સ્ટેશન ખાતેથી છૂટા થયા પછી પોલીસ હેડ ક્વાર્ટરમાં હાજર ન થઈને ફરજમાં બેદરકારી રાખનાર કોન્સ્ટેબલને અવારનવાર નોટિસો પણ દેવામાં આવી હતી તેમ છતાં પણ તે ફરજ ઉપર હાજર ન થતાં હાલમાં દ્વારા કોન્સ્ટેબલની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ મથકની અંદર ફરજ બજાવતા કર્મચારીઓની સમયાંતરે બદલી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે થોડા સમય પહેલા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ખાતે ફતેસંગ તખતસંગ ગઢવી બકલ નંબર ૧૧૮૨ ની બદલી મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી અને માળીયા પોલીસ સ્ટેશન ખાતેથી તેઓ છૂટા થઈ ગયા હોવા છતાં પણ તે મોરબી હેડક્વાર્ટર ખાતે હાજર થયા ન હતા અને અવારનવાર તેઓને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ ફતેસંગ તખતસંગ ગઢવી ફરજ ઉપર હાજર થયા ન હતા જેથી કરીને જીપી એક્ટ કલમ ૧૪૫(૩) ની નોટીસ આપવામાં આવી હતી છતાં પણ તેઓએ સમયમર્યાદામાં લેખિત કે મૌખિક જવાબ આપેલ નથી અને ફરજ ઉપર હાજર થયેલ નથી જેથી કરીને ગેરહાજર રહેલા કોન્સ્ટેબલ ફતેસંગ તખતસંગ ગઢવી સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ ગોવીંદભાઇ મેણંદભાઇ ડાંગરે ફરિયાદ નોંધાવતાં પોલીસે જીપી એક્ટ કલમ ૧૪૫(૩) મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાહનમાં નુકશાન

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ સનુરા સિરામિકની સામે રોડ ઉપર ટ્રક નંબર જીજે ૧૨ બીએક્સ ૬૬૧૦ ના ચાલક નુરદાસભાઇ રમેશભાઇ મકવાણા રહે. સીનાલ તાલુકો અંજાર વાળાએ પોતાનો ટ્રક બેફિકરાઈથી રિવર્સમાં લીધો હતો જેથી કરીને બલભદ્રસિંહ જીવુભા ઝાલા (ઉમર ૪૩) રહે. મધુવન સોસાયટી મોરબી વાળાની કાર નંબર જીજે ૩ ઇસી ૭૬૮૦ સાથે ટ્રકને અથડાવ્યો હતો જેથી કરીને કારમાં બોનેટ અને હેડ લાઇટમાં નુકસાન થયેલ હતું માટે બલભદ્રસિંહ ઝાલાએ ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News