ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના જુના બસસ્ટેન્ડે બસમાં ચડતા સમયે નીચે પટકાયેલા યુવાનના પગ ઉપર બસના વ્હીલ ફરી ગયા


SHARE













મોરબીના જુના બસસ્ટેન્ડે બસમાં ચડતા સમયે નીચે પટકાયેલા યુવાનના પગ ઉપર બસના વ્હીલ ફરી ગયા

મોરબી શહેરના જુના બસસ્ટેન્ડમાં બસમાં ચડતા સમયે ધક્કામુક્કીને કારણે નીચે પડી ગયેલા યુવાનના પગ ઉપરથી બસનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને તેના બંને પગમાં ઇજા થવાથી યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આ યુવાને હાલમાં બસના ચાલક સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ઘાંચી શેરી નંબર-૬ માં રહેતા મહેબુબભાઇ કાસમભાઈ બોધા જાતે ઘાંચી (ઉંમર ૩૬) મોરબીના જૂના બસ સ્ટેન્ડમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૬૫૧૧ આવી ત્યારે મહેબુબભાઇ તેમાં ચડતો હતો તે સમયે ધક્કામુક્કીના કારણે તે એસટી બસમાંથી નીચે પટકાયો હતો ત્યારે એસટી બસના ચાલકે ગફલતભરી રીતે પોતાની બસ ચલાવીને યુવાનના બંને પગ ઉપરથી બસના ટાયરનો જોટો ફેરવી ડેટા તેના બંને પગમાં ઇજા થયેલ છે જેથી કરીને તેને સારવારમાં ખસેડાયો હતો અને તે યુવાને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એસટી બસના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News