વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

બંધાણે ભારે કરી: મોરબીના એસટી ડેપોના કેશિયર પાસે મસાલો માંગીને પટાવાળાએ કર્યો છરી વડે હુમલો


SHARE







બંધાણે ભારે કરી: મોરબીના એસટી ડેપોના કેશિયર પાસે મસાલો માંગીને પટાવાળાએ કર્યો છરી વડે હુમલો

મોરબી એસટી ડેપોના કેશિયર પાસે એસટીના પટાવાળાએ મસલો (માવો) માગ્યો હતો અને કેશિયરે તેની પાસે માવો ન હોવાનું કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા પટાવાળાએ તેની પાસે રહેલ છરી વડે કેશિયર ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અનેક શખ્સે પણ કેશિયરને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા કેશિયરે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસ.ટી.ના પટાવાળા સહિત બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રહેતા અને એસટીમાં કેશિયર તરીકે નોકરી કરતાં નરવીરસિંહ રણજીતસિંહ ઝાલા સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતે હતા ત્યારે એસટીના પટાવાળા મુસ્તાકભાઈ અબ્દુલભાઈ ચાનીયા રહે. મોરબી વાળાએ તેની પાસે મસાલો (માવો) માગ્યો હતો જોકે તેની પાસે માવો ન હોવાનું તેને જણાવતા મુસ્તાક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની પાસે રહેલ છરી કાઢીને હુમલો કર્યો હતો ત્યારે નરવીરસિંહે છરીને પકડી લીધી હતી જેથી કરીને તેને મોઢે ડૂમો આપ્યો હતો અને તેની સાથે રહેલ અન્ય શખ્સે પણ ધિકા પટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને ભોગ બનેલા કેશિયરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મુસ્તાકભાઈ સહિત બેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 




Latest News