મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વહીવટીતંત્ર બન્યું ભાજપ !, ખેસ પહેરવાનો બાકી ?: આમ આદમી પાર્ટી


SHARE







મોરબી જિલ્લા વહીવટીતંત્ર બન્યું ભાજપ !, ખેસ પહેરવાનો બાકી ?: આમ આદમી પાર્ટી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જ કામ કરે છે તેવી ફરિયાદો સાંભળવા મળતી હતી જો કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માત્ર ભાજપના જિલ્લા પ્રમુખને સ્ટેજ ઉપર સ્થાન આપીને અન્ય રાજકીય પક્ષના પ્રમુખોની અધિકારીઓએ દ્વારા અવગણના કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લા વહીવટીતંત્ર ભાજપ બની ગયું છે જેથી માત્ર ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે તેવો આક્ષેપ પણ કર્યો છે

 મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવે હતો જેમાં શાસક સાથે વિરોધ પક્ષને પણ આમંત્રણ આપવામાં આવેલ હતુ પરંતુ આમંત્રણમાં વિરોધ પક્ષને નીચું દેખાડવા માટે આપ્યું હોય તેવી ઘટના જોવા મળી હતી કેમ કે, સ્ટેજ પર જિલ્લા ભાજપના પ્રમુખને સ્થાન આપવામાં આવ્યું હતું જો કે, અન્ય રાજકીય પક્ષના પ્રમુખને સ્થાન આપવામાં આવ્યું ન હતું આટલું જ નહિ ભાજપના પ્રમુખ સિવાય બીજા પક્ષના પ્રમુખના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો જેથી મોરબીનું વહીવટી તંત્ર સરજાહેર વિરોધ પક્ષનું અપમાન કરે તેવો ઘાટ સર્જાયો હતો અને અધિકારીઓને ભાજપના ખેસ જ પહેરાવના બાકી છે તેવો આક્ષેપ આપના પ્રમુખ સહિતના હોદેદારોએ કર્યો છે






Latest News