ટંકારાના નેકનામ ગામે પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડાઇ
મોરબી એસટી ડેપોના કેશિયર પાસે મસાલો માંગીને છરી વડે હુમલો કરનાર પટ્ટાવાળા સહિત બેની ધરપકડ
SHARE
મોરબી એસટી ડેપોના કેશિયર પાસે મસાલો માંગીને છરી વડે હુમલો કરનાર પટ્ટાવાળા સહિત બેની ધરપકડ
મોરબી એસટી ડેપોના કેશિયર પાસે એસટીના પટાવાળાએ મસલો (માવો) માગ્યો હતો અને કેશિયરે તેની પાસે માવો ન હોવાનું કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા પટાવાળાએ તેની પાસે રહેલ છરી વડે કેશિયર ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અનેક શખ્સે પણ કેશિયરને માર માર્યો હતો જેથી કેશિયરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પટાવાળા સહિત બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રહેતા અને એસટીમાં કેશિયર તરીકે નોકરી કરતાં નરવીરસિંહ રણજીતસિંહ ઝાલા સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન ખાતે હતા ત્યારે એસટીના પટાવાળા મુસ્તાકભાઈ અબ્દુલભાઈ ચાનીયા રહે. મોરબી વાળાએ તેની પાસે મસાલો (માવો) માગ્યો હતો જોકે તેની પાસે માવો ન હોવાનું તેને જણાવતા મુસ્તાક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની પાસે રહેલ છરી કાઢીને હુમલો કર્યો હતો ત્યારે નરવીરસિંહે છરીને પકડી લીધી હતી જેથી કરીને તેને મોઢે ડૂમો આપ્યો હતો અને તેની સાથે રહેલ અન્ય શખ્સે પણ ધિકા પટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કેશિયરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મુસ્તાકભાઈ અબ્દુલભાઈ ચાનીયા રહે. મોરબી અને ગુલામ હૈદરઅલી સાંધવાણી રહે. મદીના સોસાયટી વીસીપરા મોરબી