મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામે મોંઘીદાટ ૧૯ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના ઘૂંટુ ગામે મોંઘીદાટ ૧૯ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે હળવદ રોડ ઉપર આવેલ હોટલ નજીકથી એક ઈસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો અને તેની પાસેથી જુદીજુદી બ્રાન્ડેડ કંપની વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવતા રૂપિયા ૨૯,૮૭૫ ની કિંમતના દારૂ સાથે હાલ એકને પકડવામાં આવ્યો છે જ્યારે ધાંગધ્રાના એક ઇસમનું નામ ખૂલતા હવે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મોરબી બી ડિવિજન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલી ઠાકર ગાર્ડન હોટલ પાસેથી નીકળેલ વિવેક ઈશ્વર ઘેટીયા પટેલ (ઉમર ૨૨) મૂળ રહે.રાણેકપર તા.હળવદ હાલ રહે.હરિઓમ પાર્ક ઘુંટું રોડ મોરબી-૨ વાળાને અટકાવીને તેની તલાશી લેવામાં આવતા તેની પાસેથી જુદીજુદી ત્રણ પ્રકારની બ્રાન્ડેડ ૧૯ બોટલ વુદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી રૂા.૨૯,૮૭૫ ની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં સ્થળ ઉપરથી વિવેક ઈશ્વર ઘેટીયાની ધરપકડ કરવામાં આવેલ છે અને દારૂમાં ભાવેશ મેરૂ દલવાડી રહે.ધાંગધ્રા વાળાનું નામ ખૂલ્યું હોય પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. હાલ વિવેક પટેલની ધરપકડ કરીને ભાવેશ દલવાડીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના રહેવાસી કાળુભાઈ કરસનભાઈ સોલંકી નામના ૫૫ વર્ષીય વૃદ્ધ મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસેથી સાયકલ લઇને જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતાં ઇજાગ્રસ્ત કાળુભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠા આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા દયાબેન બાબુભાઈ સુરેલા કોળી નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા.

મહિલા સારવારમાં

ઘરેથી લગ્ન પ્રસંગે જમણવારમાં જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાથી પુષ્પાબેન રમેશભાઈ પાંચોટિયા નામના ૫૧ વર્ષીય મહિલાને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.જ્યારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના રહેવાથી મનસુખભાઈ લાભુભાઈ રાઠોડ નામનો ૪૫ વર્ષીય યુવાન બેલા(રંગપર) ગામ પાસે આવેલ લાઇવ સ્ટોન સિરામિક પાસે એસિડ પી જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ તપાસ હાથ ધરી હતી.






Latest News