મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૭૩ માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ
SHARE
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૭૩ માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ
મોરબીમાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળા ગોકુળનગરમાં સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક અને ડિસ્ટન્સ જાળવીને ઓછા વિદ્યાર્થીઓ, લાયન્સ પ્રા.શાળાના શિક્ષકો અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ, સેક્રેટરી, લાયન્સ સભ્યોની હાજરીમાં ડીસ્ટ્રીક ૩૨૩૨જે ના રિજિયન-૨ ના રિજીયન ચેરપર્શન પીએમજેએફ લાઈન રમેશભાઇ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતુ.
શાળાના વિધ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત, વંદેમાતરમ્ ગીત, દેશ ભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા.સ્વાગત પ્રવચન શાળાના શિક્ષક મગનભાઈ મોરડીયાએ કર્યુ હતુ. પ્રાસંગીક પ્રવચન લાયન્સ પ્રમુખ ટી.સી.ફૂલતરિયા અને રિજીયન ચેર્પસન રમેશભાઈ રૂપાલાએ કર્યુ હતુ.બાદમાં વિધાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વિધાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.પ્રજાસતાક પર્વના પ્રોજેક્ટ ચેરમેન મનસુખભાઈ જાકાસણીયા તેમજ સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, લા.મહાદેવભાઈ, લા.પ્રાણજીવનભાઈ રંગપડીયા તેમજ ક્લબના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને વધુ ઉત્સાહિત બનાવેલ.પ્રોત્સાહક ઇનામોના દાતા તરીકે ડાયાલાલ અમૃતિયાનો આર્થિક સહયોગ મળ્યો હતો.તેમ સંસ્થાના પ્રમુખે યાદીમાં જણાવેલ છે.