લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૭૩ માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ
મોરબીના ભરતનગર અને જેતપર ગામે મંત્રી બ્રિજેશભાઇએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ
SHARE
મોરબીના ભરતનગર અને જેતપર ગામે મંત્રી બ્રિજેશભાઇએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ
મોરબી તાલુકાના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેઓએ કર્યું હતું અને લોકોની આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે તેને સરકાર સતત ચિંતિત છે અને વિકાસ કામોને સરકાર દ્વારા વેગ આપવામા આવી રહ્યો છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી
મોરબી જિલ્લામાં ઘર આંગણે જ દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે થઇને સરકાર દ્વારા જુદી જુદી ગ્રાન્ટ અંતર્ગત આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવે છે ત્યારે મોરબીના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેનું લોકાર્પણ આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વસાદડીયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઇ પડસુંબિયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોની આરોગ્યની સુવિધામાં વધારો કરવા માટે સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલની અંદર વધારાની સુવિધાઓ જુદી-જુદી ગ્રાન્ટ અંતર્ગત વધારવામાં આવી રહી છે તે અંતર્ગત આજે મોરબી તાલુકાના ભરતનગર ગામે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે લોકોને જરૂરિયાતના સમયે મદદરૂપ બનીને આશીર્વાદરૂપ બની રહેશે અને મહામૂલી જિંદગીને બચાવવા માટે ત્યાં ખૂબ ઉપયોગી બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં પણ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા વિકાસ કામોને વેગ આપવામાં આવશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરેલ છે