મોરબીના જીવાપર ગામે વાડીએ વીજ શોક લગતા પાંચ વર્ષના બાળકનું મોત
મોરબીના રણછોડનગરમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
મોરબીના રણછોડનગરમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ વૈષ્ણવના ૨૬ વર્ષના દીકરા હાર્દિકે પોતાના જ ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને હાર્દીકનો મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકના વી.ડી.મેતાએ બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે.
દેશી દારૂ પકડાયો
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાના પાસે રોડ ઉપરથી નંબર પ્લેટ વગરનું બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૧૪૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક એમ કુલ મળીને ૧૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે જયંતીભાઈ ઉર્ફે મુંડી કાનજીભાઈ માથાસૂર્યા જાતે દેવીપૂજક (ઉમર ૨૨) રહે.માટેલ પ્રાથમિક શાળાની બાજુમાં ખરાબામાં ઝૂંપડામાં મૂળ રહે.સુરેન્દ્રનગર જિલ્લાના કાનપર ગામ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલુ કરેલ છે.