મોરબીના રણછોડનગરમાં યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
વાંકાનેરમાં સજોડે ઝેરી દવા પિનાર યુવતી બાદ યુવાનનું પણ મોત નીપજયું
SHARE
વાંકાનેરમાં સજોડે ઝેરી દવા પિનાર યુવતી બાદ યુવાનનું પણ મોત નીપજયું
વાંકાનેરના આરોગ્યનગરમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીએ તેના મામાના ઘર પાસે રહેતા યુવાન સાથે પ્રેમસબંધ હતો અને બન્નેએ સજોડે ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે લઈને ગયા હતા ત્યારે પહેલા યુવતીનું મોત નીપજયું હતું અને હાલમાં સારવાર દરમ્યાન યુવાનનું પણ મોત નીપજયું છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા દિવસો પહેલા વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (૨૦) અને વાંકાનેરના ધમલપર ગામે રહેતી રીટાબેન રાજુભાઈ અંબાસણ (૨૦) એ એકી સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી બંન્ને ઝેરી અસર થઇ હોવાથી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જો કે, યુવતીનું રાજકોટ સારવાર માટે લઈને જતાં હતા ત્યારે રસ્તામાં જ અગાઉ મોત નીપજયું હતું અને યુવાન સારવાર હેઠળ હતો જો કે, યુવાનનું પણ રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે હાલમાં આપઘાતના આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે