હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબી સિટી અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનોની કામગીરી અલગ કરવાની માંગ


SHARE







મોરબી સિટી અને તાલુકામાં સસ્તા અનાજની દુકાનોની કામગીરી અલગ કરવાની માંગ

મોરબી સિટી અને તાલુકા મામલતદારની કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જુદી કરી નાખવામાં આવી છે અને સિટી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં નાયબ મામલતદારની નિમણૂક પણ કરી દેવામાં આવી છે તો પણ સિટી અને તાલુકાની સસ્તા અનાજની દુકાનોની કામગીરીને જુદી કરવામાં આવી રહી નથી જેથી કરીને તાલુકામાં કામ વધુ રહે છે અને લોકોને ધક્કા થાય છે જેથી કરીને સરકારે અગાઉ કરેલ હુકમની અમલવારી તાત્કાલિક કરવામાં આવે તે માટે જાગૃત યુવાને પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા જાગૃત યુવાન મેહુલભાઈ ગાંભવાએ હાલમાં જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરકાર દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી સિટી અને તાલુકા વિસ્તારોમાં રેશનિંગની દુકાનો આવેલ છે તેને અલગ કરવા માટેનો હુકમ કરવામાં આવેલ છે જો કે, આજ દિવસ સુધી તે હુકમની અમલવારી કરવામાં આવી નથી જેથી કરીને ગ્રાહકોને હેરન થવું પડે છે માટે મોરબી તાલુકામાં કુલ ૧૦૨ દુકાનો આવેલ છે તેમાંથી શહેરની જો ૩૭ દુકાનોનું કામ અલગ કરવામાં આવે તો સિટી અને તાલુકાનાં ગ્રાહકોને મોટી રાહત થાય તેમ છે જેથી કરીને તાત્કાલિક રેશનિગની દુકાનોનું શહેર અને તાલુકામાં વિભાજન કરવામાં આવે અને સરકારના આદેશની અમલવારી કરવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News