મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ


SHARE







મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ

મોરબીમાં કેનાલની જગ્યાએ પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર- ૯ માં આવેલ સોસાયટીની ભૂગભ ગટરની લાઇન તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને ગંદકી ફેલાઈ છે અને અસહ્ય દુર્ગંધ આવે છે માટે રોગચાળો માથું ઊંચકે તેમ  છે જેથી કરીને તેને તાત્કાલિક તૂટેલી લાઇન રીપેર કરવામાં આવે તવી માંગ કરવામાં આવી છે  

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ-૯ માં મચ્છુ-૨ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ આવેલ છે. જે અમરેલી ગામ તરફ જાય છે આ કેનાલ છે ત્યાં પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે અને કેનાલ નીચેની પસાર થતી પાલિકાની ભૂર્ગભ ગટરની પાઈપ લાઇન હાલમાં તૂટેલી ગયેલ છે અને તે પાઇપ મારફતે ૩૫ જેટલી સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ થાય છે અને હાલમાં આ લાઇન તૂટવાથી ત્યાં અસહ્ય દુર્ગંધ આવે છે અને ગંદકી ફેલાઈ છે જેથી કરીને તાત્કાલિક તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ નહી કરવામાં આવે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે






Latest News