વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા(મી)ની ખારાવાંઢ પ્રાથમિક શાળામાં ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાએ અજવાળા પાથર્યા


SHARE







માળીયા(મી)ની ખારાવાંઢ પ્રાથમિક શાળામાં ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાએ અજવાળા પાથર્યા

મોરબી જિલ્લામાં ૫૯૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને વ્યવસ્થિત શિક્ષણ મેળવે, આધુનિક સુવિધાઓ વાળું મંદિર જેવું વિદ્યા મંદિર મળે એ માટે અદમ્ય રાજકીય ઈચ્છાશકતિ ધરાવતા પ્રવીણભાઈ સોનગ્રાએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના માર્ગદર્શન હેઠળ સતત અવિરત કાર્યરત રહી શાળાઓની મુલાકાત લે છે અને જ્યાં ક્ષતિ લાગે ત્યાં લાલ આંખ પણ કરે છે અને ખૂબી લાગે ત્યાં ગુરુજનનો પીઠ પણ થાબડે છે અને નિયમિત રીતે જિલ્લા પંચાયત ખાતે હાજર રહી શિક્ષકો અને શિક્ષણના પ્રશ્નો હલ કરવા માટે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી, સંવાદ કરી નાનામાં નાની, ઝીણામાં ઝીણી માહિતીથી અવગત રહે છે.

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા સૌથી ધ્યાનકર્ષક અને ઉડીને આંખે વળગે એવી કામગીરી એટલે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૦૧ ના ભયંકર ભૂકંપ બાદ પણ સતત નાના મોટા આંચકા આવતા હોય ઘણી બધી શાળા જર્જરિત થઈ ગઈ હોય, વિદ્યાર્થીઓ માટે બેસવા લાયક ન હોય છેલ્લા પાંચેક વર્ષથી  જર્જરિત શાળાઓ રદ કરવાની કામગીરી પેન્ડિંગ પડેલી હતી અને પ્રવીણભાઈ સોનગ્રાએ આવી શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાનો સાથ લઈ એન્જિનિયરના સંપર્કમાં રહી શાળાઓના પાડવા લાયક રૂમો નાબૂદ કરવાની કાર્યવાહી ત્વરિત કામગીરી કરી, નવા રૂમો બાંધકામ માટે સરકારમાં રજુઆતો કરેલ છે, સ્વૈચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી નવા રૂમો બનાવવા માટે તજવીજ હાથ ધરેલ છે.

એવી જ રીતે માળીયા તાલુકાની ખારાવાંઢ પ્રાથમિક શાળા મોરબી જિલ્લાની એકમાત્ર શાળા એવી હતી જ્યાં શાળામાં વિજ જોડાણ ન હતું. વીજળી વિહોણી શાળામાં વીજ જોડાણ આપવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રવીણભાઈ સોનગ્રાને રજુઆત કરતા તાત્કાલિક પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે વાત કરી વર્ષોથી વીજળી વગરના વિદ્યાલયમાં અજવાળા પાથરવાનું કામ કરી ઉંડા અંધારેથી પરમ તેજે લઈ જવાની આ કામગીરી બદલ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મીરબીએ અભિનંદન પાઠવેલ છે અને તેમની કામગીરીને બિરદાવે છે.




Latest News