મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર નહિ !, વર્તમાન જ બોડી યથાવત


SHARE











વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર નહિ !, વર્તમાન જ બોડી યથાવત

મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની આગાઉ મતગણતરી કરવામાં આવી છે જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે માટે ૩૧ મતની ગણતરી હજુ થયેલ નથી જેથી ફાઇનલ પરિણામ આવેલ નથી અને ત્યાં વહીવટદાર મૂકવામાં આવે તેવી હિલચાલ કરવામાં આવી હતી જો કે, વર્તમાન શાસકોએ અગમચેતી રાખીને તે મુદે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને હાઈકોર્ટે જયાં સુધી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વર્તમાન બોડી સત્તા ઉપર રહેશે તેવો આદેશ કરેલ છે જેથી વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર નહિ મુકાય ત્યાં સુધી વર્તમાન બોડી સત્તામાં યથાવત રહેશે

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ વખતેની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર હતી અને જાન્યુઆરી તા. ૧૨ ના રોજ મત ગણતરી કરવામાં આવી હતી પરંતુ ખેડૂત પેનલના કુલ ૨૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અને ચૂંટણી પહેલા હાઇકોર્ટની અંદર મતદારોને લઈને પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશનના લીધે જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતો હજુ સુધી ખોલવામાં આવેલ નથી અને આગામી તા ૩ ની મુદત છે ત્યારે કોર્ટના હુકમના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે

જો કે, યાર્ડની વર્તમાન બોડીની મુદત પૂરી થયા પછી ત્યાં વહીવટદારને મૂકવા માટેની ગતિવિધિ કરવામાં આવી હતી જો કે, વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન શાસકોએ અગમચેતી રાખીને આ મુદે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી જેથી હાઈકોર્ટે દ્વારા જયાં સુધી યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વર્તમાન બોડી સત્તા ઉપર રહેશે તેવો આદેશ કરેલ છે જેથી કરીને હાઇકોર્ટમાંથી ૩૧ મત માટે ફાઇનલ આદેશ કરવામાં આવે ત્યાર પછી મત ગણતરી પૂરી થાય પછી જ વાંકાનેર માર્કેટ યાર્ડનું પરિણામ જાહેર થશે અને જયાં સુધી ફાઇનલ પરિણામ નહિ આવે ત્યાં સુધી વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન શાસકો સત્તા ઉપર રહેશે અને વાંકાનેર માર્કેટ યાર્ડનો વહીવટ કરશે






Latest News