સર્વાંગી વિકાસ અને આગામી ૨૫ વર્ષની બ્લુ પ્રિન્ટ રજૂ કરતું બજેટ: વિનોદ ચાવડા
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કેન્દ્રનું બજેટ ઑક્સીજન સમાન, રાજ્યના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની માંગ સંતોષાય તેવી અપેક્ષા
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કેન્દ્રનું બજેટ ઑક્સીજન સમાન, રાજ્યના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની માંગ સંતોષાય તેવી અપેક્ષા
મોરબીની આસપાસમાં આવેલા સિરામિક ઉદ્યોગકારો કેન્દ્ર સરકારના બજેટને લઈને ખુબ જ આશાઓ રાખીને બેઠા હતા તેવામાં આ બજેટમાં નવા મકાનની જાહેરાત, કોમન કોલ ગેસ પ્લાન્ટ અને રેલવેમાં મલ્ટી મોલ ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવાની જે જાહેરાત કરવામાં આવી છે તેની અમલવારીથી મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કેન્દ્રનું બજેટ ઑક્સીજન સમાન છે જો કે, નેચરલ ગેસનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવે તેવી અપેક્ષા હતી પણ તેનો સમાવેશ કરવામાં આવેલ નથી અને આગામી તા ૩ રોજ રાજ્ય સરકારનું નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે તેને લઈને હાલમાં અહીના ઉદ્યોગકારોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે જો કે, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટનગર સહિતની વર્ષો જૂની માંગણી છે તેને આજ સુધીમાં સંતોષવામાં આવી નથી ત્યારે હેવના બજેટમાં ઉદ્યોગકારોની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવે છે કે કેમ તે તો સમય જ બતાવશે
સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ અને લાખો લોકોને રોજગારી આપતા મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ, ફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સના કારખાનાના માલિકો કેન્દ્ર સરકારના બજેટને લઈને ઘણી અપેક્ષા રાખીને બેઠા હતા ત્યારે આજે કોન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સિતારમન દ્વારા કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં અનેક યોજનાઓ દેશના વિકાસ માટેની તેઓએ રજૂ કરેલ છે જેથી કરીને તે મુદે અહીના ઉદ્યોગકારોની સાથે વાત કરતાં તેમણે આ બજેટને મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઑક્સીજન સમાન ગણાવ્યું છે
મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ નિલેશભાઇ જેતપરિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, કેન્દ્રના બજેટમાં કોર્પોરેટ ટેકસમાં ત્રણ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ નવા ૮૦ લાખ મકાનો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે તેમાં અહીની જ સિરામિક ટાઇલ્સ અને સેનેટરીનો ઉપયોગ થવાનો છે આટલું જ નહિ કોલગેસી ફાયર માટે કોમન કોલ ગેસ પ્લાન્ટ કાર્યરત કરવાની કલ્પના કરવામાં આવી છે તે પ્લાન્ટને મોરબીની આસપાસમાં કાર્યરત કરવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળે તેમ છે
વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, અત્યાર સુધીમાં ઇન્ટર નેશનલ ગ્રાહક સાથે કોઈ વિવાદ થાય તો વિદેશમાં કેસ માટે જવું પડતું હતું જો કે, મોરબીથી અનેક દેશોમાં માલ મોકલાવવામાં આવે છે ત્યારે ઘણી વખત સુધીમાં ઇન્ટર નેશનલ ગ્રાહક સાથે વિવાદ થતાં હોય છે તેનો સમયસર ઉકેલ આવે તે માટે હવે સરકાર ગિફ્ટસિટી ખાતે આંતરરાષ્ટ્રીય આર.બી. સેન્ટર શરૂ કરવા આવશે જેથી કરીને અહીના ઉદ્યોગકારોના ઇન્ટર નેશનલ ગ્રાહક સાથે કોઈ વિવાદ હશે તો તેનો ઉકેલ ગુજરાતમાં જ આવી જશે
મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, કેન્દ્રના બજેટમાં ઘણી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તેની અમલવારીથી ૧૦૦ ટકા દેશના અર્થતંત્રને ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો વાત કરીએ મોરબીના સિરામિક ઉદ્યોગની તો આ બજેટમાં રેલવેમાં મલ્ટી મોલ ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તે કાર્યરત થવાથી મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આવતા કાચા માલ તેમજ પાક માલને લાવવું અને લઈ જવું સરળ બનશે અને ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે જેથી ઉદ્યોગને થોડી રાહત થશે
અત્રે ઉલેખનીય છે કે, વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગમાં બનતી પ્રોડક્ટ માટે ઈંધણ તરીકે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ વાપરવામાં આવે છે તેને જીએસટીમાં સમાવવામાં આવે તેવી અપેક્ષા હતી જો કે, તે સંતોષવામાં આવેલ નથી ત્યારે સિરામિકમાંથી સીધી કે આડકતરી રીતે આજની તારીખે બે લાખથી પણ વધુ લોકોને રોજગારી મળી રહી છે ત્યારે આ ઉદ્યોગના વિકાસમાં રાજ્ય સરકારનું તા ૩ ના રોજ બજેટ રજૂ થવાનું છે તેમાં અહીના ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટનગર સહિતના પ્રશ્નો સંતોષવામાં આવે તેવી લાગણી ઉદ્યોગકારોએ વ્યક્ત કરેલ છે