મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની વૃંદાવન સોસાયટીમાં નજીવી વાતે મારામારી કરનાર બે ની ધરપકડ


SHARE







મોરબીની વૃંદાવન સોસાયટીમાં નજીવી વાતે મારામારી કરનાર બે ની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીના મેઇન રોડ ઉપર આવેલ દુકાને યુવાન ગયો હતો ત્યારે ત્યાં બેઠેલા બે શખ્સોએ “અમે દુકાને બેઠા હતા ત્યારે શા માટે આવ્યો હોત” તેવું કહીને તેને લાકડીના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બે આરોપીને પકડી પાડયા હતા.

મોરબીના ત્રાજપરમાં રહેતા નવઘણભાઈ અવચરભાઈ પાટડીયા જાતે કોળી (ઉંમર ૩૭) ને રવિ અશોકભાઈ વરાણીયા અને લાલાભાઇ ગણેશિયા રહે.બંને ત્રાજપર વાળાએ માર માર્યો હતો.જેથી કરીને ઇજાગ્રસ્ત નવઘણભાઈ પાટડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ નવઘણભાઈ પાટડીયાએ હાલમાં રવિ અને લાલા સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વૃંદાવન સોસાયટી મેઇન રોડ ઉપર તે નીકળયો હતો ત્યારે “અમે દુકાને બેઠા હતા ત્યારે શા માટે આવ્યો” તેવું કહીને યુવાનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાનની ફરિયાદને આધારે જમાદાર ફિરોજભાઇ સુમરાએ રવિ અશોક કોળી (૨૪) અને ધરમસી ઉર્ફે લાલો રાજુ કોળી (૨૩) રહે.બંને ત્રાજપર ખારીની ધરપકડ કરેલ છે.

રીક્ષા પલ્ટી મારી જતા ઇજા

મોરબીના વીપરામાં રહેતા સુનીલ રાજેશભાઈ ચાવડા (૨૨) અને કાળુભાઈ પ્રભુભાઈ વાઘેલા (૪૦) નામના બે યુવાનો રિક્ષામાં વાંકાનેર હાઇવે ઉપરના ઢુવા ઓવર બ્રિજ પાસેથી જતા હતા તે દરમિયાન તેઓની રિક્ષા ત્યાં પલ્ટી મારી જતા ઇજાગ્રસ્ત સુનિલભાઈ અને કાળુભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા સંદીપ જયંતીભાઈ પ્રજાપતિ નામના ૨૫ વર્ષીય યુવાનને ત્રાજપર ચોકડી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામનો રહેવાસી હિતેશ લાલજીભાઇ વડેચા નામનો યુવાન શહેરના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાછળ આવેલ સનસીટી કારખાનેથી પરત ઘર તરફ જતો હતો ત્યારે શક્તિ ચેમ્બરની પાછળ આવેલ ગુજરાત ગેસની ઓફીસ નજીક તે બાઇકમાંથી નિચે પડી જતાં ઇજાગ્રસ્ત હિતેશ વડેચાને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News