મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે જુગાર રમતા ચાર પકડાયા


SHARE







ટંકારાના વિરપર ગામે જુગાર રમતા ચાર પકડાયા

ટંકારા તાલુકાના વિરપર ગામે પોલીસ દ્રારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની પાસેથી ૫૪૦૦ રૂપિયાની રોકડ કબ્જે કરીને પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના વીરપર ગામે બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી ટંકારા તાલુકા પોલીસની સ્ટાફને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શિવાભાઈ અવચરભાઈ ઉઘરેજા કોળી (૩૫), હસમુખ રાઘુભાઈ ઉઘરેજા કોળી (૨૯), રાજુભાઇ રતાભાઇ બાવરવા કોળી (૩૬) અને મનસુખભાઈ મોહનભાઈ ચાવડા ૫૪) રહે.ચારેય વિરપર તા.ટંકારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે રૂપિયા ૫૪૦૦ ની રોકડ કબ્જે કરી હતી અને તેઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ગુનો નોંધાયો

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી મોરબી નજીકના લુંટાવદર ગામે રહેતો દિપભાઈ નરેન્દ્રભાઈ ઝાલરીયા જાતે પટેલ (ઉંમર ૨૨) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૧૫૭૫ લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેઓને ડમ્પર નંબર જીજે ૫ ડીવી ૧૨૯૭ ના ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને પગના ભાગે ફેકચર જેવી અને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી માટે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ દિપભાઈ નરેન્દ્રભાઈ ઝાલરીયાએ ડમ્પરના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News