ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરથી પાંચ લાખના ટ્રકની ચોરી કરવાના ગુનામાં વધુ એક પકડાયો


SHARE













મોરબીના મહેન્દ્રનગરથી પાંચ લાખના ટ્રકની ચોરી કરવાના ગુનામાં વધુ એક પકડાયો

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસેની પ્રભુકૃપા ટાઉનશીપના ગેટ પાસે પાર્ક કરવામાં આવેલ ટ્રક(ડમ્પર) અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોય રૂા.પાંચ લાખની કિંમતનો ટ્રક ચોરી થયો હોવા અંગેની ભોગ બનેલા રબારી યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને અગાઉ એક બાદ ગઇકાલે વધુ એક આરોપીને પકડી પાડેલ છે હજુ બે આરોપીઓને પકડવાના બાકી હોય તેના માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મૂળ રાપરના ભુટકીયા ગામના અને હાલમાં મહેન્દ્રનગર ગામે ભરવાડવાસમાં સિતળામાતા વિસ્તારમાં રહેતા નીલાભાઇ ઉર્ફે ગોવીંદભાઇ સોમાભાઇ ભાંગરા જાતે રબારી (ઉ.૩૫) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપની બાજુમાં તેમણે પોતાનો ટ્રક નંબર જીજે ૩ એટી ૪૬૪ પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકને ગત તા.૩-૧ ના રાત્રિના ૧૦:૩૦ થી બીજા દિવસે સવારના ૫:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધીને બી ડિવિઝન પોલીસે ચોરનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરતા આ ગુનામાં પોલીસે ચોરાઉ  ટ્રક સાથે થોડા દિવસ પહેલા સંજય મનુભાઈ ઓળકિયા જાતે કોળી (ઉમર ૨૫) રહે.પંચાસર રોડ અક્ષર એપાર્ટમેન્ટ મોરબી મૂળ રહે.કાંધેવાડિયા તા.વીછીયા જી.રાજકોટવાળાની ધરપકડ કરી હતી. ઉપરોક્ત વાહનચોરીના ગુનામાં સંજય કોળીની સાથે ધવલ ચંદુભાઇ મીઠાપરા કોળી (ઉમર ૨૫) રહે. ઉમરાળા ટાવર ચોક પાસે રાણપુર જી.બોટાદ વાળો પણ સંડોવાયેલો હોય મોરબી બી ડિવિઝન પીએસઆઈ સોનારા દ્વારા ધવલ મિઠાપરાની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ બે ઈસમો આ વાહન ચોરીમાં સંડોવાયેલા હોય તેને શોધવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીના બનાવમાં વધુ બે ની ધરપકડ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકની હદમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલી પોસ્ટને લીધે ગરાસિયા યુવાન સહિત બે યુવાનોને માર મારીને ઉઠાવી જઈને ભંગારના ડેલે લઈ જઇને ત્યાં પણ માર મારવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા અગાઉ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જે પૈકી વધુ બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.એ.આલ દ્વારા મારામારીના આ ગુનામાં ધીરેન દિનેશ સથવારા (૨૦) રહે.૧૧-વજેપર મોરબી અને અલ્તાફ ઉર્ફે અલતુ અકબરશા ફકીર (૨૧) રહે. લીલાપર રોડ ગૌશાળા પાસે વાળાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News