મોરબીના મહેન્દ્રનગરથી પાંચ લાખના ટ્રકની ચોરી કરવાના ગુનામાં વધુ એક પકડાયો
મોરબીના જેતપર રોડે નજીવી વાતે ટ્રક ચાલકને ધોકાવનાર ત્રણ પકડાયા
SHARE
મોરબીના જેતપર રોડે નજીવી વાતે ટ્રક ચાલકને ધોકાવનાર ત્રણ પકડાયા
મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે તેના વાહનની બ્રેક મારી છતા પણ ટ્રક આગળ જતા બાઈકને અડી જતા રોષે ભરાયેલા બાઇક ચાલક સહીત ત્રણે ટ્રકના ચાલકને હેલ્મેટ અને ધોકા વડે માર માર્યો હતો જેમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ છે.
મોરબીના જેતપર રોડ ઉપર આરકોટ સિરામિક પાસેથી મૂળ રાજસ્થાનનો રહેવાસી અઝરૂદ્દીન સુમરત ખાન જાતે મુસ્લીમ (ઉમર ૨૬) પોતાનો ટ્રક નંબર આરજે ૨ જીબી ૨૭૮૨ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેની આગળના ભાગમાં બાઇક નંબર જીજે ૫ કેએમ ૭૩૯૧ નો ચીલક અચાનક કોઇ કારણોસર રસ્તા ઉપર પડી ગયો હતો જેથી કરીને ટ્રકને રોકવા માટે થઈને અઝરૂદીને બ્રેક લગાવી હતી છતાં બાઇકને ટ્રક અડી ગયો હતો જે નજીવી વાતે ઝગડો કરીને સંજયભાઈ જશવંતભાઈ પટેલ નામના શખ્સે ટ્રકના ચાલકને ગાળો આપીને હેલ્મેટ વડે તેમજ ધોકાથી માર માર્યો હતો તેમજ બે અજાણ્યા શ્ખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ભોગ બનેલ અઝરૂદીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર મારનારા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા તપાસ અધીકારી મણીલાલ ગામેતીએ સંજય જસમત ઘેટીયા (૩૯) રહે.ચિત્રકૂટ સોસાયટી મોરબી, પીન્ટુ કાંતિલાલ ઠોરીયા (૩૧) રહે.હજનારી મોરબી અને ચિરાગ વિજય વિરસોડીયા (૨૪) રહે.નિતીનપાર્ક મોરબીની ઉપરોક્ત મારામારીના ગુનામાં ધરપકડ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી નજીકના ઘૂંટુ ગામે રહેતા ગોવિંદભાઇ ધરમશીભાઈ જોગડિયા હળવદ રોડ ઉપર આઇટૂઆઇ પાસેથી રિક્ષા લઈને જતા હતા ત્યારે તેઓની રિક્ષા પલ્ટી જતાં ઈજાગ્રસ્ત થયેલા ગોવિંદભાઈ જોગડીયાને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના જાંબુડીયા ગામે રહેતા નવનીતભાઈ મગનભાઈ વડેચા નામના ૨૯ વર્ષીય યુવાને ધર્મસિદ્ધિ સોસાયટી જાંબુડીયા પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો.
આરોપી પકડાયો
મોરબીના સોખડા ગામ નજીક થોડા સમય પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મૂળ સોખડા ગામના અને હાલ મોરબી રહેતા ગૌરીબેન મનસુખભાઈ નામની મહિલાનું વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું.જે બનાવમાં ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા અકસ્માત સર્જીને મહીલાનું મોત નિપજાવનાર કારચાલક જીતેન્દ્ર લક્ષ્મણ અગ્રાવત બાવાજી (૪૬) રહે.રાજકોટ કોઠારીયા મેઇન રોડ વાળાની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક ગૌરીબેન પોતાના પતિ સાથે માતાજીના દર્શને પોતાના ગામ સોખડા ગયા હતા અને પરત આવતા હતા ત્યારે ઉપરોક્ત કાર ચાલકે તેમને હડફેટે લેતાં સર્જાયેલ બનાવમાં તેમનું મોત નિપજ્યું હતું.