વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ૧૨,૭૪૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE







મોરબીના સનાળા રોડે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ૧૨,૭૪૦ ના મુદામાલ સાથે પકડાયા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગેટની વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૨૭૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ વાળી શેરીમાં બાપા સીતારામ ટ્રાન્સપોર્ટની બાજુમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની હકીકત એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અલારખાભાઇ હુશેનભાઇ અલાસીયા (૪૮), દિલીપભાઇ અમરશીભાઇ જાદવ (૩૫) અને ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયા (૬૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી ૧૨૭૪૦ રૂપિયાની રોકડ કબજે કરેલ હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.




Latest News