મોરબીની ઉમા ટાઉનશીપમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નીપજવનારા કાર ચાલકની ધરપકડ
SHARE
મોરબીની ઉમા ટાઉનશીપમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નીપજવનારા કાર ચાલકની ધરપકડ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં પરિશ્રમ એપાર્ટમેન્ટ પાસે કાર ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવી હતી અને દોઢ વર્ષની બાળકીને હડફેટે લેતાં બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે બાળકીનું મોત નીપજયું હતું અને મૃતક બાળકીના પિતાએ કાર ચાલકની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં ઉમા ટાઉનશીપની અંદર રોયલ પેલેસ એપાર્ટમેન્ટમાં બહાદુર તરીકે રહેતા અને નોકરી કરતા લોકેશભાઈ ઉદયભાઇ સનુરા જાતે રાજપૂત (ઉંમર ૨૬)એ કાર નંબર જીજે ૩૬ આર ૬૪૯૯ ના ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ઉમા ટાઉનશીપમાં આવેલ પરિશ્રમ એપાર્ટમેન્ટ અને રોયલ હાઇટ્સની વચ્ચે તેની દોઢ વર્ષની દીકરી એંજેલ રસ્તા પર રમતી હતી ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવીને વળાંક લીધો હતો અને તેની દીકરી એંજેલને હડફેટે લીધી હતી જેથી કરીને તેમને માથામાં ઇજા થઇ હોવાના કારણે તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું અને મૃતક બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે પરેશ રાકેશભાઈ ડેડકીયા જાતે પટેલ (૨૩) રહે, હાલ પરિશ્રમ એપાર્ટમેન્ટ ઉમા ટાઉનશીપ મોરબી વાળાની ધરપકડ કરેલ છે
વૃધ્ધને ઇજા
મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર-૧૦ માં રહેતા અબ્દુલભાઈ ફકીરમામદ શેખ (ઉંમર ૫૯) જોન્સનગર થી રણછોડનગર તરફ જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતાં તેઓને ઈજા થઈ હતી માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે પુત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા વજીબેન ગોરધનભાઈ બાવરવા (ઉંમર ૯૩) રહે. બરવાળા વાળા અકસ્માત બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થતાં મોરબીની મધૂરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી