મોરબીની ઉમા ટાઉનશીપમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નીપજવનારા કાર ચાલકની ધરપકડ
મોરબીના જોધપર પાસે આધેડની હત્યા કરીને લાશને સળગાવનાર આરોપીને પોલીસે દબોચ્યો
SHARE
મોરબીના જોધપર પાસે આધેડની હત્યા કરીને લાશને સળગાવનાર આરોપીને પોલીસે દબોચ્યો
મોરબી તાલુકા પોલીસની હદમાં આજથી ૫ વર્ષ પહેલા યુવાનની હત્યા કરવાં આવી હતી જે હત્યાના બનાવની મોરબી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મૃતકની ઓળખની સાથે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત મુજબ વર્ષ ૨૦૧૭ માં મોરબી તાલુકાના જોધાપર ગામ પાસે આવેલ બોડિંગ પાસે કાચા રસ્તા પાસેથી સળગેલી હાલતમાં હત્યા કરેલી એક લાશ મળી હતી અને અજાણ્યા આધેડ પુરુષની હત્યા કરવામાં આવી હતી માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા હત્યાના આ બનાવમાં ફરિયાદ લઈને મૃતક વ્યક્તિને ઓળખ મેળવવા માટે તેમજ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી જો કે, મૃતક વ્યક્તિની ઓળખ મળી ન હતી દરમિયાન મોરબી જિલ્લા એસ.ઓ.જી.ના પીઆઇ જે. એમ. આલ સહિતની ટીમ દ્વારા હત્યા કેસની ગુથી ઉકેલવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી ત્યારે સતિષભાઇ ગરચરને બાતમી મળી હતી કે, જેના આધારે એક શખ્સને પકડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવતી હતી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને તેને મોરબી નજીક હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શામજીભાઈ દલવાડી રહે, સોની તલાવડી વિસ્તાર પુષ્પ વાટીકાની બાજુમાં ધાંગધ્રા નામના વ્યક્તિ સાથે આરોપીને કડિયા કામના પૈસાની લેતી દેતી બાબત બોલાચાલી થયેલ હતી ત્યાર બાદ આરોપીઓએ પહેલા માથામાં બાઈકના જંપર વડે માર મારીને તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં લાશનો નિકાલ કરવા માટે તેને શામજીભાઈની લાશને સળગાવી હતી અને તે ત્યાંથી નાશી ગયો હતો હાલમાં આરોપીએ આપેલી કબૂલાતના આધારે આરોપી જયેશ ચમનભાઈ રંગાડીયા (ઉ.૨૫) રહે. હાલ અમદાવાદ વટવા ગામ રીંગ રોડ, સાઇડ રોપડા ચોકડી, સંકલ્પ રેસીડન્સી-સી ૨૦૨, મૂળ ગામ સોની તલાવડી વિસ્તાર પુષ્પ વાટીકાની બાજુમાં ધાંગધ્રા વાળાની પોલીસે ધરપકડ કરી છે અને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે