વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આકાર પામી રહેલા શ્રી રામધામ ખાતે મહાયજ્ઞમાં જોડાવા મોરબીના રઘુવંશી સમાજને હાકલ


SHARE







વાંકાનેરમાં આકાર પામી રહેલા શ્રી રામધામ ખાતે મહાયજ્ઞમાં જોડાવા મોરબીના રઘુવંશી સમાજને હાકલ

મોરબીના દરેક રઘુવંશીઓને શ્રી લોહાણા મહાજન-નોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે નમ્ર અપીલ સાથે વાંકાનારમાં આકાર પામી રહેલ શ્રી રામધામ ખાતેના મહાયજ્ઞ તેમજ મહા સડમેલનમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ નુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે  વિશાળ સંકુલનુ નિર્માણ કાર્ય શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીતના લોહાણા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે ત્યારે તા.૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી  દરમિયાન પ.પૂ.હરિચરણદાસજીના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રી રામ મહાયજ્ઞનુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે.તે ઉપરાંત તા.૧૨ ને શનીવારના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલનનુ આયોજન કરવામા આવેલ છે.મોરબીના દરેક રઘુવંશીઓને શ્રી રામધામ ખાતે ઉપસ્થિત રહેવા તેમજ આ ઐતિહાસિક કાર્યક્રમમા સહભાગી બનવા શ્રી લોહાણા મહાજન-મોરબી પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા નમ્ર અપીલ સહ નિમંત્રણ પાઠવવામા આવેલ છે.




Latest News